Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ગ્વાદરના જિવાની વિસ્તારમાં એક માછીમાર રાતો-રાત બની ગયો અમિર

નવી દિલ્હી: ગ્વાદરના જિવાની વિસ્તારમાં એક માછીમાર રાતો-રાત અમીર બની ગયો. તેની જાળમાં 48 કિલોગ્રામ વજનની એક દુર્લભ ક્રોકર માછલી ફસાઈ ગઈ હતી, જેની હરાજી કરીને તે લખપતી બની ગયો. તમને જણાવી દઈએ કે હરાજીમાં આ માછલીના તેને 80 લાખ 64 હજાર રૂપિયા મળ્યા. જળ-જીવન વિશેષજ્ઞોનું કહેવું છે કે આ માછલી ગરમીની ઋતુમાં પ્રજનન માટે જિવાની અને આસપાસના સમુદ્ર કિનારે આવે છે. ક્રોકર માછલી વિશે કહેવામાં આવે છે કે તેનું વ્યવસાયિક મહત્વ ખૂબ વધુ છે, તેમજ એશિયા તેમજ યુરોપના દેશોમાં તેની માંગ વધુ છેઆ માછલીમાં જોવા મળતા એક વિશેષ પ્રકારના પદાર્થનું મુલ્ય માંસ કરતા વધુ કિંમતી માનવામાં આવે છે. તેનો ઉપયોગ ફાર્માસ્યુટીકલ્સ દ્વારા સર્જીકલ વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. ત્રણ દિવસ પહેલા આ જ પ્રકારની માછલી જિવાનીના દરિયામાં પકડાઈ હતી, જેને 7 લાખ 80 હજાર રૂપિયામાં વેચવામાં આવી હતી.

(6:20 pm IST)