Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

બ્રિટનના મહારાણી કવિન એલિઝાબેથ-2 કોરોના કાળમાં મહેલ છોડીને વિન્ડસર કેસ્ટલમાં રહેવા ચાલ્યા

નવી દિલ્હી: બ્રિટનના મહારાણી ક્વિન એલીઝાબેથ-2 કોરોના કાળમાં તેમનો શાહી મહેલ છોડીને વીન્ડસર કેસ્ટલમાં રહેવા ચાલ્યા ગયા છે. 94 વર્ષિય મહારાણી અને તેના પતિ સહિતનું ફેમીલી હાલ અહીં જ રહે છે. હાલમાં તેમણે પ્રથમ વખત ટવીટર પર એક પોસ્ટ કરી જેમાં મહારાણી એક ઘોડા પર સવારી કરતાં નજરે ચડ્યા છે. તેઓ અત્યંત સ્વસ્થ જણાતા હતાં. અને આસાનીથી ઘોડેસવારી કરતાં હોવાનું પણ જોવા મળ્યું હતું.

(6:52 pm IST)