Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

નવી દિલ્હી:પાકિસ્તાનમાં શનિવારના રોજ પેટ્રોલમાં 4.26 રૂપિયા અને ડીઝલમાં 4.50 રૂપિયાનો પ્રતિ લીટર વધારો થયો છે સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં વધારો અને ડોલરની તુલનામાં રૂપિયો કમજોર પડવાના કારણે પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં વધારો થઇ રહ્યો છે.  પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ જૂન મહિનામાં 4.26 રૂપિયા લીટર હતો તે વધીને 112.68 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે અને ડીઝલનો ભાવ 4.50 રૂપિયા મોંઘો થઈને 126.82 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે.

(6:19 pm IST)