Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

તકિયાને આંગળી પર સ્પિન કરવાનો રેકોર્ડ

લંડન તા.૧: ઇંગ્લેન્ડના બ્રિગટન શહેરમાં મોરિસન સ્ટોરમાં કામ કરતા એક કર્મચારીએ અનોખું કારનામું કર્યુ છે. ભાઇએ આંગળી પર તકિયાને સ્પિન કરવાની કરામત દાખવી છે. ડેન સ્પેન્સર નામના ૩૩ વર્ષના આ ભાઇએ એક ખુરસી પર બેસીને ચોરસ તકિયાની આંગળીના ટેરવે ગોળ-ગોળ ફેરવવાનું કામ પૂરી ૧૮ મિનિટ અને ૧૪ સેકન્ડ માટે કર્યુ છે. આ ઘટનાનો વિડિયો તેની પત્ની હેયલીએ રેકોર્ડ કર્યો છે. આ પહેલાનો રેકોર્ડ ૧૫ મિનિટ અને ૭ સેકન્ડનો હતો. હવે આ રેકોર્ડિગ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ માટે મોકલવામાં આવશે.

(3:49 pm IST)