Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

કોબીજ ખાવાથી તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો

કોબીજનો ઉપયોગ આપણે મોટાભાગે શાક બનાવવા કએ છીએ. આમાં ઘણા બધા પ્રકારના રોગોને નષ્ટ કરવાની ક્ષમતા રહેલ છે.

કોબીજ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી છે. આનાથી ઘણા બધા રોગોને મટાડી શકાય છે. આના સેવનથી વજન ઘટાડી શકાય છે. આમાં સેલ્યુલોઝ નામનો પદાર્થ રહેલ હોય છે. આ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે. ઉધરસ, પિત્ત, રકત વિકૃતિઓ અને રકતપિત્ત જેવા રોગોમાં આનું સેવન એ લાભદાયી છે. ચાલો જાણીએ કોબીજ ખાવાથી થતા ફાયદાઓ વિષે.

 કોબીજ ખાવથી શરીરમાં વિટામીન-સી વધે છે. કોબીજમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે. ઉપરાંત આમાં વિટામીન-એ, બી,સી આયોડિન અને પોટેશિયમ પણ રહેલ હોય છે.

 કોબીજ શરીરમાં શકિત વધારે છે તથા પિત્ત, કફ અને રકત વિકૃતિઓતને દુર કરવામાં અસરકારક છે. આના પાંદડામાંથી નીકળતુ પાણી પીવાથી મોઢામાં પેઢા માંથી નીકળતું લોહિને બંધ કરી શકાય છે.

 જો તમે તમારા સ્વાસ્થ્ય અને આકર્ષક દેખાવ ઈચ્છતા હોવ તો તમારા ડાઈટીંગમાં કોબીજના જ્યૂસને  ઉમેરી,  આનાથી તમારો દેખાવ સૌથી અલગ લાગશે.

 આમાંથી તમને ફાઈબર, બિટા કેરોટિન, વિટામીન-બી 1, બી 2, કે, ઈ, સી ઉપરાંત ઘણા બધા વિટામીન પણ મળશે.

 કોબીજમાં આંતરડાને સ્વચ્છ રાખે છે. આમાં કલોરિન અને સલ્ફર નામના મહત્વપૂર્ણ તત્વો હોય છે.

(11:19 am IST)