Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

કીડની સ્ટોન જેવી ગંભીર બિમારીથી બચવાના છે આ સરળ ઉપાયો

સામાન્ય રીતે લોકો ઘરે ઓછા અને બહાર વધારે દેખાય છે. તો ભૂખને દુર કરવા માટે મોટાભાગના લોકો બહારનું ખાવા પર નિર્ભર રહેતા હોય છે. એવામાં ખરાબ કેટરિંગને કારણે કીડનીમાં સ્ટોન (પથ્થર)ની સમસ્યાઓ વધવા લાગે છે. પરંતુ, થોડા ઘરેલું ઉપાયોને જો તમે પોતાના જીવનમાં અપનાવો તો આરામથી ઠીક થઈ શકો છો.

મરી : મરીને બેલ પત્રની સાથે ખાવાથી બે અઠવાડીયામાં કીડનીના પથ્થરો પેશાબના રસ્તેથી બહાર નીકળવા લાગે છે.

વરિયાળી : વરિયાળી, સાકર અને સુકા ધાણાને સમાન માત્રામાં લઈ અડધા લિટર પાણીમાં પલાળીને રાખો. ૨૪ કલાક પછી પાણી કાઢીને તેનો પેસ્ટ બનાવી લો અને અડધા કપ ઠંડા પાણીમાં એક ચમચી આ પેસ્ટને નાખીને નિયમિતરૂપે પીઓ.

જીરું : જીરું અને ખાંડને એક સમાન માત્રામાં લો, તેનો પાઉડર બનાવો અને તેને દિવસના ત્રણ વખત ઠંડા પાણીની સાથે ખાઓ. આમ કરવાથી કીડનીના પથ્થરો પેશાબની સાથે બહાર નીકળી જશે.

એલચી : એક ચમચી એલચી, તરબૂચના બીજનું કર્નલ અને બે ચમચી સાકરને એક કપ પાણીમાં નાખીને ઉકાળો. આ ઠંડુ થયા બાદ પાણી કાઢી સવારે અને સાંજે પીવાથી પથ્થરી પેશાબની સાથે બહાર નીકળી જાય છે.

(11:18 am IST)