Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

હવે બેબીને પબ્લિકમાં બ્રેસ્ટફિડિંગ કરાવતી વખતે સંકોચ નહીં અનુભવે મહિલાઓ!

આ ક્રિએટીવ મધરે બનાવી ગજબની ટી-શર્ટ

લંડન તા. ૧ : એક મહિલાએ બાળકને જાહેરમાં સ્તનપાન કરાવતી વખતે નર્વસ થતી મહિલાઓ માટે એક જબરદસ્ત શોધ કરી છે. લોરેન હેમ્પશાયર નામની ૩૪ વર્ષની મહિલાએ પોતાના બીજા બાળકના જન્મ બાદ 'ધ મિલ્કી ટી કંપની'નામની પોતાની કંપની શરૂ કરી. બીજી વાર માતા બન્યા બાદ તેણે નોંધ્યું કે, પોતાના જેવી મહિલાઓ પાસે બાળકોને સાવચેતીપૂર્વક રાખવા સિવાય પોતાના માટે સ્ટાઈલિશ રહેવા જેવું કંઈ જ નથી.

લોરેન મૂળરૂપે ઉત્તર આયર્લેન્ડથી છે પણ હવે મેડસ્ટોન, કેન્ટમાં રહે છે. તેને પોતાની બે દીકરીઓ સોફિયા (૫) અને સિએના(૨)ને જોયા બાદ સિક્રેટ ઝીપ સાથેની ટી-શર્ટનો આઈડિયા આવ્યો. આ ટી-શર્ટની રેન્જ ૨૬.૯૯ પાઉન્ડ (૧૮૨૦ રૂપિયા) છે અને તે ખૂબ જ પોપ્યુલર થઈ ગઈ છે. આ ટી-શર્ટ માટે લોરેન 'રિચર્ડ બ્રેસ્નન્સ વર્જિન બિઝનેસ ૨૦૧૮ વુમ એવોર્ડ'જીતી ચૂકી છે.

પોતાના વિચાર વિશે જણાવતા લોરેન કહે છે કે, 'મને આ વિચાર મારી પુત્રીને સ્તનપાન કરાવતી વખતે આવ્યો. મેં એવી માતાઓને ધ્યાનમાં રાખીને ટી-શર્ટ બનાવી જે સાર્વજનિક સ્થળો પર પોતાના બાળકને સ્તનપાન કરાવવામાં અસહજ અનુભવે છે. હું વિશ્વાસ નહોતી કરી શકતી કે, ૨૦૧૬માં આનાથી સારો બીજો કોઈ વિકલ્પ હોઈ શકે. હું અવારનવાર મારી પુત્રીઓને ફીડ કરાવતી વખતે એક હ્યુમન મિલ્કિંગ મશીન જેવું ફીલ કરતી હતી. મેં હું પહેરી શકું એવા કપડાં શોધવામાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે.'

'મારી નાની દીકરી સ્તનપાન જ કરતી હતી અને બોટલમાં આપેલું દૂધ નહોતી પીતી. મારી પાસે આના માટે બીજો કોઈ વિકલ્પ જ નહોતો અને અવારનવાર તેને પબ્લિકમાં ફીડ કરાવવું પડતું. મને આ બધું અસહજ લાગતું. મેં એક વાર તેને બ્લેન્કેટ ઓઢાડી ફીડ કરાવ્યું તો મારી દીકરીએ તે ખેંચી કાઢ્યું.'

બાળકોના જન્મ પહેલા હું હંમેશા જીન્સ અને ટી-શર્ટમાં જ રહેતી હતી પણ બાળક થયા પછી મને લાગ્યું કે મારી પાસે વિકલ્પો ઓછા થઈ ગયા છે અને હું ફ્રમ્પી અથવા ઓલ્ડ ફેશનના મેટરનિટી કપડાં જ પહેરી શકતી હતી જે જરાંય સ્ટાઈલિશ નહોતા.

આ ક્રિએટિવ મમ્મી તેની સાસુ કે, જેઓ પહેલા દાયણ હતા અને એક સિલાઈ મશીન પર કામ કરતા હતા તેમની સાથે મળીને ટી-શર્ટ ડિઝાઈન કરી અને બાદમાં તેને બ્રાન્ડ બનાવી દીધી.

આ ટોપમાં બંને સાઈડમાં બગલની નીચે ઝીપ આપવામાં આવી છે, જે બ્રેસ્ટફિડિંગ વખતે આસાની ખોલી શકાય છે અને સેલ્ફ-કોન્સિયસ માતાઓના પ્રાઈવેટ પાર્ટને કવર કરે છે.

(10:39 am IST)
  • ખેડા:યાત્રાધામ વડતાલના ગોમતી તળાવમાં 25 વષર્ય યુવક ડુબ્યો : સુરતનો રહેવાસી યુવક પરીવાર સાથે વડતાલ દશર્ન કરવા આવ્યો હતો : ચકલાસી પોલીસને જાણ કરાતા ફાઈયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે : ફાયર બ્રિગેડ ઘ્વારા ડૂબેલ યુવકની શોધખોળ ચાલુ access_time 8:34 pm IST

  • સુરત બિટકોઈન કૌભાંડ મામલો : જીજ્ઞેશ મોરડિયા, ઉમેશ ગોસ્વામી, મનોજ ક્યાડાને કોર્ટમાં રજૂ કરાયા : ત્રણેય આરોપીઓની ગઈકાલે થઇ હતી ધરપકડ : 155 કરોડના બિટકોઈન લૂંટમાં હતાં સામેલ : શૈલેષ ભટ્ટના કહેવાથી થઇ હતી અપહરણ-લૂંટ : જીજ્ઞેશ પાસેથી 25 કરોડના બિટકોઇન-9 કિલો સોનુ જપ્ત access_time 2:55 pm IST

  • જાપાને વૈજ્ઞાનિક સંશોધનના બહાને મિંક પ્રજાતિની 122 વ્હેલનો શિકાર કર્યો: જાપાનની સરકારના આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ પ્રતિબંધ હોવા છતા ઉનાળામાં 333 વ્હેલ માછલીઓને મારી નાંખી: આતંરરાષ્ટ્રીય વ્હેલિંગ આયોગ મુજબ રિસર્ચના નામે વ્હેલને તેમના મીટ માટે મારવામાં આવે છે. જાપાને 1985માં આઈડબ્લ્યુ સાથે કરાર કર્યો હતો કે વ્હેલને નહી મારે access_time 1:27 am IST