Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ચીનના ઝેન્ગજોઉં શહેરમાં આ મહિલા એક વર્ષથી પોતાની આંખ બંધ નથી કરી શકતી

નવી દિલ્હી: ચીનમાં ઝેન્ગઝોઉ શહેરમાં એક મહિલાએ એક વર્ષ પહેલાં આંખનાં પોપચાંની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી, આ પ્લાસ્ટિક સર્જરી સફળ ન થતા આ મહિલા એક વર્ષથી પોતાની આંખો બંધ કરી શકતી નથી. તે રાત્રે સૂવા માટે પેપરની સ્ટિક ચોટાડે છે. આ મહિલાની સરનેમ 'મા' છે. મહિલાએ સપ્ટેમ્બર, વર્ષ 2018માં શહેરની ફેમસ જીમેઈ પ્લાસ્ટિક હોસ્પિટલમાં આંખનાં પોપચાંની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી, પણ તે સમયે તેને જોઈએ તેવું રિઝલ્ટ મળ્યું નહોતું. આથી તેણે ફરીથી બીજીવાર આંખોનાં પોપચાં પર જ સર્જરી કરાવી હતી. મહિલાએ આંખો બંધ ન થવાની ફરિયાદ કોસ્મેટિક ક્લિનિકને કરતા તેમણે પોતાનાથી ભૂલ થઇ હોવાની વાત માનવાની ના પાડી દીધી હતી. મહિલાએ બંને સરાજરી પાછળ 1.87 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

(5:47 pm IST)