Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

પાકિસ્તાનમાં પૂર્વ સૈનિકોના પણ પેંશન ચાલુ હોવાનું કૌભાંડ સામે આવ્યું

નવી દિલ્હી: કોરોના વાયરસ સામે લડી રહેલા પાકિસ્તાનમાં સેનાને લઈને થયેલા એક ખુલાસાએ સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. કોરોનાના કારણે હાલમાં પોસ્ટ વિભાગ ઘરે ઘરે જઈને સૈનિકોને પેન્શન આપે છે. જેના કારણે ખબર પડી છે કે, ચાર લાખ નિવૃત્ત સૈનિકો એવા છે જે માત્ર કાગળ પર જ જીવતા છે અને વર્ષોથી પેન્શન લઈ રહ્યા છે.

આવા ભૂતિયા પેન્શનરો નુ ભોપાળુ બહાર આવ્યા બાદ હવે પોસ્ટ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે માર્ચ મહિનાથી ઘરે જઈને સૈનિકોને પેન્શન આપવાનુ શરુ કરાયુ છે. જેમાં ખબર પડી હતી કે, લાખો સૈનિકોનો પતો મળી રહ્યો નથી. હવે આ મામલામાં એક કમિટી બનાવી છે. આ ધડાકો થયા બાદ હાલમાં ઘરે જઈને પેન્શન આપવાની કામગીરી સ્થગિત કરી દેવાઈ છે. હવે ચાર લાખ પૂર્વ સૈનિકોને પેન્શન માટે દસ્તાવેજો રજૂ કરવા પડશે.

(5:46 pm IST)