Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

એક માં ની મજબૂરી.......બાળકોને ભોજન આપવા માટે પાણીમાં પાણા ઉકાળવા પડ્યા

નવી દિલ્હી: કેન્યા દુનિયાના સૌથી ગરીબ દેશોમાં આવે છે. કોરોના વાયરસના કારણે થયેલા લૉકડાઉનથી ત્યાં લાખો લોકોની રોજગારી છીનવાઇ ગઇ છે અને ગરીબોની સામે ભૂખમરાનો વારો આવી ગયો. કેન્યામાં કોરોનાથી ભુખમરાનો એ ફોટો સામે આવ્યો છે જેને જોયા બાદ કોઇની પણ આંખમાંથી આંસુ આવી જશે. વાસ્તવમાં અહીંયા એક પરિવારની પાસે ખાવા માટે જ્યારે કઇ પણ નહતું ત્યારે મા એ બાળકોને શાંત રાખવા માટે પથ્થરનું રાંધવાનું નાટક કર્યું. બાળકો એવું જ વિચારી રહ્યા હતા કે ખાવાનું બની રહ્યું છે અને જમવાની રાહ જોતા જોતા એ સૂઇ ગયા.

કેન્યાની એક મહિલા જેનું નામ પેનિના બહાની કિત્સાઓ છે એ પોતાના આઠ બાળકો સાથે અહીંયા રહે છે. પેનિનાની પતિનું મોત થઇ ગયું છે અને તે અભણ છે. પેનિના લોકોના કપડા ધોઇને પોતાના બાળકોનું પેટ ભરે છે પરંતુ કોરોનાએ એના આ કામો પણ છીનવી લીધા. કોરોનાના આ સંકટના સમયે પેનિના પાસે પોતાના બાળકોને ખવડાવવા માટે પણ કંઇ બચ્યું નથી. એટલા માટે એને બાળકોને શાંત રાખ પથ્થર ઉકાળવાનું શરૂ કર્યું. બાળકો આ જોઇને ખુશ હતા કે ખાવાનું બની રહ્યું છે.

(5:45 pm IST)