Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોનાની સાથે અમેરિકા સહીત યુરોપિયન દેશોમાં બાળકો માટે ફેલાઈ રહી છે એક દુર્લભ બીમારી

નવી દિલ્હી: Corona વાયરસથી સૌથી વધારે પ્રભાવિત અમેરિકા અને યૂરોપીયન દેશમાં બાળકોમાં એક દુર્લભ બીમારી પણ ફેલાઈ રહી છે. જેમાં બાળકોના શરીરમાં લોગી પહોંચાડનારી લોહીની ધમનીઓમાં સોજો આવી જાય છે. વધારે પડતા ડૉક્ટર સંક્રમણને તેનુ કારણ માની રહ્યા છે. ઓછામાં ઓછા 6 દેશમાં આ પ્રકારની દુર્લભ બીમારીના 100 કેસ જોવા મળ્યા છે. જેને કાવાસાકીને મળતા આવે છે તેવુ માનવામાં આવી રહ્યુ છે.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે છાપવામાં આવ્યુ છે કે, આ બીમારીનો પ્રથમ કેસ લંડનમાં છેલ્લે સામે આવ્યો હતો. અહીંયાના સ્વાસ્થ્ય વિભાગના બધા જ બાળ રોગના વિશેષજ્ઞોને ચેતવણી આપતા કહ્યુ છે કે, ઘણા એવા બાળકો હોસ્પીટલના આઈસીયૂમાં છે. જેમાં કાવાસારી નામની બીમારી જોવા મળી છે. જેમાં રક્ત વાહિકાઓ, ર્હદય અને અન્ય અંગોમાં સોજો આવી જાય છે. યૂકેમાં અત્યાર સુધીમાં 19 બાળકોમાં આ બીમારીના લક્ષણો જોવા મળ્યા છે, પરંતુ કોઈ બાળકોનુ મૃત્યુ થયુ નથી.

(5:43 pm IST)