Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

લોકડાઉનનો ભંગ કરતા લોકોને અટકાવવા સરકારે નવી તરકીબ હાથ ધરી

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં લોકડાઉન લાગુ કરાયું છે, અને દુનિયાભરના લોકો અવનવા બહાના સાથે લોકડાઉનનો ભંગ પણ કરી રહ્યા છે. જેમને સમજાવવા માટે પોલીસ અને પ્રશાસન અવનવા ઉપાયો પણ કરે છે. ત્યારે સ્વીડનના એક શહેરમાં લોકો ઘરમાંથી બહાર ના આવે તે માટે પ્રશાસને એકદમ અનોખી રીત અપનાવી છે. સ્વીડનના એક શહેરમાં પ્રશાસને મરઘીની ચરકનો ઉપયોગ કરીને લોકોને ઘરમાં રહેવા મજબૂર કર્યા છે.

સ્વીડનના એક શહેરમાં પ્રશાસને સેન્ટ્રલ પાર્કની અંદર કેટલાય ટન મરઘીની ચરક વેરી દીધી છે. આવુ કરવા પાછળનું કારણ એ કે ત્યાં લોકો એકઠા ના થઇ શકે. યુરોપના મધ્ય અને ઉત્તરી વિસ્તારમાં એક પારંપરિક તહેવાર વાલ્પુગિસ નાઇટની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ તહેવારના કારણે આ સેન્ટ્રલ પાર્કમાં પણ લોકોના એકઠા થવાની સંભાવના હતી. માટે પ્રશાસને આખા પાર્કની અંદર ચારેબાજુ મરઘીની ચરક વેરી દીધી. જેથી તેની દુર્ગંધના કારણે લોકો ત્યાં ના આવે.

(5:39 pm IST)