Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

આ હેરસ્ટાઇલ જોઇને કોરોના વાઇરસ પણ મૂંઝાઇ જશે કે હવે કયાંથી એન્ટર થવું

નવી દિલ્હી તા. ૧: ટીમ ઇન્ડિયાનો સ્પિનર હરભજનસિંહ ઇન્સ્ટાગ્રામ પર ઘણો એકિટવ છે અને તેની અવનવી પોસ્ટ લોકોના ચહેરા પર હાસ્ય રેલાવે છે. હાલમાં તેણે એક એવી પોસ્ટ શેર કરી છે જે જબરી ક્રીએટિવ અને આશ્ચર્યજનક છે. આ પોસ્ટમાં એક ફોટો છે જેમાં એક વાળંદ તેના ગ્રાહકના વાળને વિશેષ કટ આપીને માથાની પાછળ એક ચહેરો બનાવે છે. આ ચહેરામાં નાક, ચશ્માં અને દાઢી પણ બનાવી છે. આ ફોટો કદાચ ગયા વર્ષે ફિલિપીન્સમાં કિલક કરાયો હતો.

જોકે હાલમાં આ ફોટો શેર કરી હરભજન સિંહે કેપ્શન આપી છે, કોરોના વાઇરસને ભ્રમિત કરવા માટે આ એક ખૂબ જ સરળ ટ્રિક છે. કોરોના વાઇરસ પણ કન્ફયુઝ થઇ જશે કે હવે કયાંથી અંદર જવું.

(2:52 pm IST)