Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

જાણે પાંદડું ઉપાડતી હોય એટલી સહજતાથી આ સગર્ભા મહિલાએ રસ્તા પરથી સાપ ઊંચકીને સાઇડમાં મૂકયો

નવી દિલ્હી તા. ૧: જે લોકો ખરેખર પ્રાણીપ્રેમી હોય છે તેઓ પ્રાણીઓને મુસીબતમાં જોઇને કોઇપણ સંજોગોમાં મદદ કરવા તૈયાર થઇ જાય છે. સોશ્યલ મીડિયા પર એરિઝોનાની એક મહિલાનો વિડિયો વાઇરલ થયો છે. જેમાં રસ્તા પરના ટ્રાફિકમાં સાપ કચડાઇ ન જાય એટલે એક મહિલા સાપને ઉપાડીને રસ્તાની કિનારે દૂર મૂકી દે છે. નવાઇની વાત એ છે કે આમ કરતી વખતે આ મહિલા ફોન પર વાત કરવી હોય છે અને તે સગર્ભા પણ છે.

એક ફેસબુક-યુઝરે આ વિડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે આ એરિઝોનામાં બનેલી સત્યઘટના છે. સગર્ભા મહિલા ફોન પર વાત કરતી વખતે સાપને રસ્તાની વચ્ચેથી હાથ વડે ઉંચકીને દૂર મૂકે છે. સાપ જોઇને ભલભલા ડરી જાય, પણ આ બહેન નોટી માટીનાં લાગે છે.

(2:52 pm IST)