Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

મોબાઈલમાં આખો દિવસ રચ્યા-પચ્યા રહો છો? તો તમારી સુંદરતા ગુમાવશો

બહુ ઓછો સમય એવો હશે જ્યારે મોબાઈલ તમારા હાથમાં નહીં હોય. શું તમે જાણો છો? વધારે પડતો મોબાઈલનો ઉપયોગ તમારી સ્કીન માટે નુકશાનકારક છે. હકીકત એ છે કે આપણી ટોયલેટ સીટ ઉપર જેટલા બેકટેરીયા ન હોય તેટલા આપણા મોબાઈલની ટચ સ્ક્રીન પર હોય છે. જ્યારે તમે રાત-દિવસ મોબાઈલમાં મથ્યા કરો છો ત્યારે ન ઈચ્છતા હોવા છતા પણ બેકટેરીયા તમારી સ્કીનના સંપર્કમાં આવે છે. તેનાથી બચવા માટે નિયમીત રીતે દર અઠવાડીયે એકવાર તમારા ફોનને એન્ટી બેકટેરીયલ વાઈપ્સથી સાફ કરવો જોઈએ. અથવા તો કોઈ સાફ કપડાથી પણ ફોન સાફ કરી શકો છો.

 આ ઉપરાંત સ્કીનની ચમક ગુમાવવા પાછળ અન્ય કારણો પણ છુપાયેલા હોય છે. સ્કીનની સુંદરતા માટે બહારી દેખરેખ સિવાય અન્ય પોષણથી ભરપુર આહારની પણ જરૂરીયાત હોય છે. જેટલું યોગદાન સૌંદર્ય ઉત્પાદનોનું હોય છે. તેથી વધારે સંતુલિત આહારનું હોય છે. ખોરાક લેવાની અનિયમિત આદત જેવી કે, વધારે તેલવાળુ, વધારે મીઠુ અને જંક ફુડ તમારી સ્કીનને ખરાબ કરે છે. સ્કીનમાં તાજગી બનાવી રાખવા આહારમાં નિયમિત લીલા શાકભાજી, સલાડ, સીઝનલ ફળ, તાજુ જ્યુસ અને ફણગાવેલા અનાજ કે ગ્રીન ટી લેવી જોઈએ.

 સ્કીનના સ્વાસ્થ્ય માટે પાણી ખૂબ જ આવશ્યક છે. જો તમે ઓછુ પાણી પીવો છો તો તેની અસર તમારી સ્કીન પર પડશે. દિવસમાં ઓછામાં ઓછુ દસ-બાર ગ્લાસ પાણી પીવું જોઇએ. તેનાથી તમારી સ્કીનને તાજગી મળશે અને શરીરમાંથી ટોકસિન બહાર નીકળશે. વધુ આલ્કોહોલવાળી વસ્તુઓ પણ સ્કીન માટે હાનિકારક છે. ચા-કોફીનું વધારે પડતા સેવનથી પણ સ્કીન માટે સૂકી બની જાય છે. જેના માટે સીઝનલ ફળ અને શાકભાજીનું શૂપ કે જ્યૂસ પીવું જોઇએ. ઉપરાંત વધારે ગરમ પાણીથી નહાવાથી પણ સ્કીન સૂકી થઈ જાય છે. ગરમ પાણી સ્કીનના પ્રાકૃતિક તેલને દૂર કરી દે છે અને ગરમ પાણીના કારણે સ્કીનના રોમછીદ્ર ખુલ્લા રહી જાય છે અને તેમાં ગંદકી ભરાઈ જાય છે.

 સુંદર સ્કીન માટે વધારે ગરમ પાણીથી ન ન્હાવુ જોઈએ અને વધારે સમય સુધી પણ ન ન્હાવુ જોઈએ અને નાહિ લીધા બાદ સ્કીનને પોષણ આપવા માટે મોસ્ચરાઈઝીગ બોડી લોશન લગાવવું જોઈએ.

(9:26 am IST)