Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

ચોર પેટ સ્‍ટોરમાંથી ચાર ફુટનો પાયથન પેન્‍ટમાં ભરીને ચોરી ગયો

ન્‍યુયોર્ક તા. ૧ :.. અમેરિકાના મિશિગનમાં આવેલા આઇ લવ માય પેટસ નામના પેટ સ્‍ટોરમાંથી ધોળેદહાડે એક માણસ આવીને સ્‍ટાફને ચકમો આપીને પાયથન ચોરીને જતો રહ્યો. બુધવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્‍યે એ ભાઇ પેટસ્‍ટોરમાં આવે છે. પાંજરામાં પુરાયેલાં પ્રાણીઓને જોવા માટે તે ફરી રહ્યો હતો. પાસ્‍તા નામના ચાર ફુટના પાયથન પાસે તેણે એક-બે વાર ચક્કર લગાવ્‍યાં તેણે એક ઉંદર ખરીદ્યો અને એના ૪૦૦ રૂપિયા આપીને ત્‍યાંથી નીકળી ગયો. જયારે તે જતો રહ્યો એ પછી ખબર પડી કે એક પાંજરામાંથી અજગર ગાયબ છે. તરત જ સ્‍ટોરના કેમેરા તપાસતાં ખબર પડી કે જયારે પેલા ભાઇ પાસ્‍તા પાયથનની પાસે આવેલા ત્‍યારે તેમણે હળવેકથી અજગર પોતાના ટ્રાઉઝરના ખિસ્‍સામાં સરકાવી દીધેલો. એ પરાક્રમ કર્યા પછીયે તેણે જવાની કોઇ ઉતાવળ નહોતી બતાવી. તે આરામથી કાઉન્‍ટર પર ગયો અને ઉંદરના પૈસા ચુકવ્‍યા અને નીકળી ગયો. કોઇ લગભગ ચાર ફુટ લાંબો અજગર આટલી સિફતપૂર્વક ચોરી જાય એ બાબતે સ્‍ટોરના કર્મચારીઓ પણ અચંબામાં છે. આ પાયથનની કિંમત માત્ર ૭૦૦૦ રૂપિયા હતી એટલે આ ચોરી વિશે કોઇ ફરિયાદ નોંધવામાં નથી આવી.

(12:57 pm IST)