Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પાકિસ્તાને 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી 3 બોટ જપ્ત કરી

નવી દિલ્હી: એલઓસી પર અવાર નવાર યુદ્ધ વિરામ ભંગ કરનારા પાકિસ્તાને 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી લીધી હતી, પાકિસ્તાન તેમની 3 હોડીઓને પણ જપ્ત કરી લઇ ગયું હતું. પાકિસ્તાન મુજબ 17 ભારતીય માછીમારો તેની દરિયાઇ સહરદમાં પ્રવેશી ગયા હતા અને ચેતવણી આપવા છતાં પાછા ફર્યા હતા, જે પછી તમામની ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.

               અંગે માહિતી આપતા એક પાકિસ્તાની અધિકારીનું કહેવુ હતું કે ભારતીય માછીમારોને પાકિસ્તાનના દરિયાઇ વિસ્તારને છોડી દેવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ ચેતવણીને તેમણે માની નહીં જે પછી કાર્યવાહી કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના જણાવ્યા મુજબ ભારતીય માછીમારો પાકિસ્તાનની દરિયાઇ સરહદ પાર કરી આશરે 10-15 દરિયાઇ મીલ અંદર ચાલ્યા ગયા હતા.

(5:25 pm IST)
  • મહારાષ્ટ્રમાં આજે સવારે પણ ૮૨૯૩ નવા કેસ નોંધાયા, તો કેરળમાં ૩૨૫૪ કેસ સાથે આ બે રાજ્યોમાં ૧૧૫૦૦ થી વધુ કોરોના કેસ નોંધાયા છે: પુણેમાં ફરી હાહાકાર મચ્યો છે, ૧૧૮૫ નવા કેસ: મુંબઈમાં ૧૦૫૧ અને નાગપુર ૯૯૪ તથા અમરાવતી માં ૮૬૨ નવા કોરોના કેસ નોંધાયા: ગુજરાતમાં આજે સવાર સુધીમાં ૪૦૭ નવા કોરોના કેસ નોંધાયા છે: ભારતમાં આજ સવાર સુધીમાં કુલ ૧૫૫૦૦ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા access_time 12:25 pm IST

  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST

  • એસબીઆઇએ હોમ લોન વ્યાજ દરોમાં ઘટાડો કરીને 6.70 ટકા કર્યા છે. access_time 7:31 pm IST