Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

જાપાનના ફુકુશિમામાં પોલીસનું હેલીકૉપટર દુર્ઘટનાનું શિકાર બન્યું : મોટાભાગના લોકો લાપતા થતા શોધખોળ હાથ ધરવામાં આવી

નવી દિલ્હી:જાપાનના ફુકુશિમા પ્રાંતમાં પોલીસનું એક હેલીકૉપટર શનિવારના રોજ દુર્ઘટનાનું શિકાર બન્યું હતું જેના કારણોસર ઘણાબધા લોકોને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનાગ્રસ્ત હેલીકૉપટર ધાનના મેદાનમાં પડ્યું હતું.અગ્નિશમન વિભાગે જણાવ્યું છે કે આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમજ હજુ સુધી દુર્ઘટનાના કારણ અંગે જાણવામાં આવી રહ્યું નથી.

(5:46 pm IST)