Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

જાપાનમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનના પૂર્વી વિસ્તારમાં બે અલગ અલગ જગ્યા પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી ભૂવૈજ્ઞાનિક કેન્દ્ર દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. બને જગ્યા પર ભૂકંપની તીવ્રતા રિક્ટર પૈમાના પર 5.2 અને 5.3ની આંકવામાં આવી છે.

      મળતી માહિતી મુઅજ્બ જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણપૂર્વમાં અસહી શહેરમાં શુક્રવારના રોજ સ્થાનિક સમયાનુસાર ચાર વાગ્યાને 11 મિનિટ પર ભૂકંપના પ્રથમ ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા તેમનું કેન્દ્ર જમીનથી 39.8ની ઊંડાઈમાં હતું તેમજ બીજા ભૂકંપના ઝટકા પાંચ વાગ્યાને સાત મિનિટ પર મહેસુસ કરવામાં આવ્યા હતા.તેમનું કેન્દ્ર જમીનથી 70 કિલોમીટરની ઊંડાઈમાં હતું.

(5:45 pm IST)