Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

મગરના ગળામાં ફસાયેલ ટાયર કાઢવા બદલ શખ્સને સરકાર આપશે ઇનામ

નવી દિલ્હી: આ મગરમચ્છ ઈન્ડોનેશિયાના સુલાવેસી પ્રાંતના પાલુ શહેરમાં છે. મગરના ગળામાં મોટરસાઈકલનું ટાયર છેક 2016થી એટલે કે ચાર વર્ષથી ફસાયેલું છે. પરંતુ હજુ સુધી કોઈએ ગળાથી ટાયર કાઢવાની હિંમત કરી નથી. હવે પ્રકૃતિ સંરક્ષક જૂથના લોકો પાલૂ સિટીની નદીને પ્રદૂષણ મુક્ત કરવાની માંગ કરી રહ્યાં છે. જ્યારે કોઈ કોશિશ કરે છે તો મગર દૂર જતો રહે છે અથવા તો એ વ્યક્તિ પર હુમલો કરે છે.

                               આ બાબતને ગંભીરતાથી લઈને ઈન્ડોનેશિયાની સરકારે કહ્યું છે કે જે કોઈ મગરના ગળાથી ટાયર કાઢશે, તેને સરકાર ઈનામ આપશે. સરકારે હવે પાલૂ સિટિ નદીની સફાઈ પર કામ કરવા જઈ રહી છે. જોકે, હજુ કેટલું ઈનામ અપાશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

(5:44 pm IST)