Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં બેકાબૂ આગથી હાહાકાર : કેનબરામાં ઇમરજન્સી જાહેર

અનેક પશુ-પક્ષીઓનાં મોત:33 જેટલા લોકોએ જીવ ગુમાવ્યાં: કરોડોની સંપત્તિ બળીને ખાખ

ઓસ્ટ્રેલિયાઃ જંગલોમાં આગ વધુ પ્રસરી રહી છે, ઓસ્ટ્રલિયામાં સરકારના અનેક પ્રયાસ છંતા આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની ગયું છે, ઘણા દિવસોથી લાગેલી આગમાં અનેક પશુ-પક્ષીઓનાં મોત થઇ ગયા છે, 33 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે, કરોડો રૂપિયાની સંપત્તિ બળીને ખાખ થઇ ગઇ છે, સરકાર દ્વારા કેનબરામાં કટોકટી જાહેર કરવામાં આવી છે.

કેનબરાના નજીકના જંગલોમાં આગ પર કાબૂ મેળવવા કરોડો લિટર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ફાયર ફાઇટર વિભાગના હજારો કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા લાગી ગયા છે, હેલિકોપ્ટરોની મદદથી આગ બુઝાવવા પ્રયાસ થઇ રહ્યાં છે, કેનબરાનાં લોકોને એલર્ટ રહેવા જણાવી દેવાયું છે, આગ જંગલોમાંથી શહેર તરફ આગળ વધતા સરકારની ચિંતાઓ વધી ગઇ છે.

(1:10 pm IST)