Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

૧ ઇંડા પર થયું ૧૨,૦૦૦ કાણાંથી નકશીકામ

લંડન,તા.૧: ટર્કીનો ઈંડા પર નકશીકામ કરનાર કલાકાર હામિત હાર્યને હાલમાં એક ઈંડામાં સૌથી વધુ કાણાં પાડીને નકશીકામ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઈંડાને ફોડ્યા વિના એમાં હજારો કાણાં પાડીને નકશીકામ કઈ રીતે કરી શકાય એ જ એક આશ્યર્યની વાત છે. ૧૯૮૮માં વ્યાવસાયિક અકસ્માતને કારણે પંગુતા આવ્યા બાદ ૬૨ વર્ષના હામિત હાર્યને તેમનો મોટા ભાગનો સમય ઈંડા પર નકશીકામ કરવામાં વિતાવવા માંડ્યો. ઈંડામાં નકશીકામ કરવા ઉપરાંત તેઓ એક ઈંડામાં સૌથી વધુ કાણાં પાડવાના વિશ્વવિક્રમમાં પણ પોતાનું નામ આગળ રાખવા સતત પ્રયત્નશીલ રહ્યા હતા.

સૌપ્રથમ તેમણે પાકિસ્તાનના આર્ટિસ્ટનો ઈંડામાં ૭૫૦૦ કાણાં પાડવાનો રેકોર્ડ ૮૭૦૮ કાણાં પાડીને તોડ્યો. ત્યાર બાદ પોતે જ ૧૧,૮૨૭ કાણાં પાડીને અને પછી ફરીથી ૧૨,૦૦૦ કાણાં પાડીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો.

જોકે તેઓ કઈ રીતે આમ કરી શકે છે એનું સીક્રેટ જાહેર કરતા નથી. જોકે ઈંડામાં નકશીકામ કરતાં પહેલાં તેઓ સિરિંજની મદદથી ઈંડામાંનું પ્રવાહી બહાર કાઢતા હતા. વર્લ્ડ એગ કાર્વિંગ આર્ટ એન્સાયકલોપીડિયામાં સ્થાન પામનાર પ્રથમ ટર્કી નાગરિક છે તેમ જ તેઓ વર્લ્ડ એગ કાર્વિંગ આર્ટ ફાઉન્ડેશનના સભ્ય પણ છે.

(11:36 am IST)