Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

ટિક-ટોક વિડિયો માટે માઉથઓર્ગન મોંમાં નાખ્યું, કાઢવા ડોકટર પાસે જવું પડ્યું

ટોરેન્ટો,તા.૧: કેનેડાની એક ટિક-ટોક યુઝરે ટિક-ટોક વિડિયો બનાવવાની કોશિશ કરતાં આખું હાર્મોનિકા (માઉથ ઓર્ગન) મોઢામાં નાખી દીધું હતું. ઓન્ટારિયોમાં હાઈ સ્કૂલમાં ભણતી મોલી ઓબ્રેઇન નામની એક છોકરી તેની પિતરાઈ બહેનને ખુશ કરવા ગાલમાં હાર્મોનિકા ભરાવીને ભાતભાતના અવાજ કાઢી રહી હતી તેમ જ અવનવા ચાળા કરી રહી હતી ત્યારે અચાનક જ હાર્મોનિકા તેના ગાલમાં ભરાઈ ગયું હતું.

જોકે થોડા સમયમાં હાર્મોનિકા મોઢાની બહાર કાઢી શકતી ન હોવાનો તેને ખ્યાલ આવતાં તેણે ડોકટરની મદદ લેતાં પહેલાં એનો ટિક-ટોક વિડિયો બનાવી લીધો હતો. 'આઇ જસ્ટ ડીડ અ બેડ થિન્ગ' સોન્ગ ગાતાં-ગાતાં તેણે પોતાનો કલોઝ-અપ લીધો અને વિડિયોમાં તેની ભૂલની ટીખળ કરતા ગીતના શબ્દો પણ લખ્યા.

તેની મમ્મી તરત તેને લઈને ડોકટર પાસે ગઈ, જેમણે દાંતના ડોકટર પાસે જવાનું સૂચન કર્યું અને આમ તેના મોઢામાંથી હાર્મોનિકા બહાર કાઢવામાં આવ્યું.

(11:35 am IST)