Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

૧૨ ફુટ ઉંચો રેકોર્ડબેક એકસોસ્કેલેટન રોબો

ટોરેન્ટો,તા.૧: વાનકુવરના રહેવાસી જોનાથન ટિપેટે ૧૦ વર્ષ મહેનત કરીને બનાવેલા ૧૨ ફુટ-૧૧ ઇંચ ઊંચા, ૧૬ ફુટ ૧૮ ઇંચ લાંબા અને ૧૮ ફુટ ૧ ઇંચ પહોળા ચાર પગવાળા એકસો સ્કેલેટન રોબોને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ટિપેટને એકસો સ્કેલેટનના ડિઝાઇનિંગમાં ૧૦ વર્ષ અને ફાઇનલ ડિઝાઇન તૈયાર કરવામાં એક વર્ષ લાગ્યું છે. એ ૩૫૨૭ પાઉન્ડ વજનના યંત્રમાનવના સંચાલન માટે પાઇલટની જરૂર પડે છે. એમાં એરોસ્પેસ વેહિકલ્સ અને રેસિંગ વેહિકલ્સમાં વપરાતા ક્રોમોલી સ્ટીલ પ્રોસ્થેસિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૩૬ કિલો વોટના લિથિયમ-આયન બેટરી પેક કસ્ટમ એન્જિનિયર્ડ રોબોના હૃદય સમાન છે. બે એસી ઇલેકિટ્રક મોટર્સ બે હાઇડ્રોલિક સિલિન્ડર્સમાં પ્રવાહી પહોંચાડે છે અને હાઇડ્રેલિક પમ્પ્સનું સંચાલન કરે છે.

(11:34 am IST)