Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

૧૦૭ અબજ રૂપિયાનો બ્રાઇડલ ગાઉન બનાવ્યો છે ઇજિપ્શિયન ડિઝાઇનરે

થોડા દિવસ પહેલાં ઇજિપ્શિયન ડિઝાઇનર હેની એલ બેહિરીએ પેરિસના ઓરિવેન્ટલ ફેશન શો માટે પ્લેનના રનવે પર બ્રાઇડલ ગાઉન રજૂ કર્યો હતો. એ ગાઉનને હાથીદાંતના તારનાં બનેલાં જાળીદાર કપડાં અને સિહ ઓર્ગન્ઝાને સેંકડો હીરા જડીને રિચ એમ્બ્રોઇડરીથી સજાવવામાં આવ્યો હતો. ઇજિપ્શિયન ડિઝાઇનર એ ડ્રેસ સૌથી મોંઘા ડ્રેસિસમાં ત્રીજા ક્રમે હોવાનો દાવો કરે છે. ઇજિપ્તના અમીર પરિવારની દીકરીએ ઓર્ડર કરેલો ગાઉન બનાવતાં ૮૦૦ કલાક લાગ્યા હતા. એ ડ્રેસનીં કિંમત ૧૫ મિલ્યન ડોલર ડોલર (અંદાજે ૧૦૭ અબજ રૂપિયા) છે. ગયા અઠવાડિયે પેરિસના કેરોસલ ડુ લુવ્ર ખાતે યોજાયેલા ઓરિયેન્ટલ ફેશન શોની ૩૪મી એડિશન માટે ડ્રેસ બનાવવામાં આવ્યો હતો. વિશ્વમાં સૌથી મોંઘો ડ્રેસ ૨૦૦૯માં બનાવવામાં આવ્યો હતો, જે ૩૦ મિલ્યન ડોલર (૨૧૪ અબજ રૂપિયા)નો નોંધાયો હતો. એ ડ્રેસ 'નાઇટંગડેલ ઓફ કવાલા લમ્પુર તરીકે ઓળખાય છે. એના પછી બીજા ક્રમે ૨૦૧૩માં બ્રિટિશ ડિઝાઇનર ડેબી વિન્ઘામે બનાવેલો ૧૭.૭ મિલ્યન ડોલર (અંદાજે ૧૨૬,૨૦ અબજ રૂપિયા)નો ડ્રેસ નોંધાયો છે.

(11:34 am IST)