Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

કાનોમાં આત્મઘાતી હુમલામાં 4ના મોત

નવી દિલ્હી: ઉત્તર પૂર્વ નાઈજિરીયાના કાનો સ્થિત એક શિવિર પર થયેલ આત્મઘાતી હુમલામાં 4 લોકોના મોત નિપજ્યા છે આ શિવિરમ બોકોહરામની હિંસાથી વિસ્થાપિત પીડિત લોકો રહેતા હતા.ઉત્તર પૂર્વમાં નાઈજિરીયાએ તાત્કાલિક પ્રબંધન એજન્સીના પ્રમુખ ગર્બા ઈદ્રીસ ગરગા દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ મૈદુગુરી શહેરના બહારના વિસ્તારમાં હુમલો કર્યો હતો જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે તેમજ 44 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈપણ સંગઠને લીધી નથી.

(5:54 pm IST)