Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

હળદરના નવા ગુણધર્મ શોધાયાઃ એ યાદશકિત વધારે છે અને ઓલ્‍ઝાઇમર્સનું જોખમ પણ ઘટાડે છે

નવી દિલ્‍હી તા. ૧: ભારતીય મસાલાઓમાં મહત્‍વનું સ્‍થાન ધરાવતી હળદરના તંદુરસ્‍તી વિશેના ગુણધર્મની આપણને બધાને ખબર છે. હવે હળદરના એક નવા ગુણધર્મની ખબર પડી છે. લોકોના મૂડ  અને યાદશકિત સુધારવાની તેમ જ મોટી ઉંમરે થતી ઓલ્‍ઝાઇમર્સની બીમારીનું જોખમ પણ હળદર ઘટાડે છે એવું એક નવા સંશોધનમાં ખબર પડી છે.

એક સંશોધનમાં ચિત્તભ્રમ ન થયો હોય એવા લોકોમાં યાદશકિત વધારવામાં તેમજ ઓલ્‍ઝાઇમર્સ રોગમાં માનવીના મગજ પર થતી અસર ઘટાડવા હળવદરનું સેવન સારૂં માનવામાં આવે છે. લેબોરેટરીમાં કરવામાં આવેલા અભ્‍યાસમાં હળવદરમાં મળી આવતું કકર્યુમિન એન્‍ટિ-ઇન્‍ફલેમેટરી અને એન્‍ટિ-ઓકિસડન્‍ટ ગુણ ધરાવે છે.

એમ માનવામાં આવે છે કે, ભારતીય મસાલામાં હળવદરનો સમાવેશ કરવામાં આવ્‍યો હોવાથી જ ભારતમાં ઉંમર લાયક લોકોમાં ઓલ્‍ઝાઇમર્સનો રોગ બહુ ઓછો જોવા મળે છે હળદરમાં કકર્યુમિન હોય છે અને એ કઇ રીતે અસર કરે છે એ જાણી શકાયું નથી, પરંતુ ઓલ્‍ઝાઇમર્સ અને ડિપ્રેશનના રોગનું મુળ માનવામાં આવતી મગજમાં થતી ઉત્તેજનાને શમાવવાની ક્ષમતા હળદરમાં હોય છે એવું સંશોધનમાં સાબિત થયું છે.

આ વિશે પ૦ થી ૯૦ વર્ષની વયના ૪૦ લોકો પર ૧૮ મહિના માટે અભ્‍યાસ હાથ ધરવામાં આવ્‍યો હતો. આ તમામને યાદશકિતની સાધારણ તકલીફો રહેતી હતી. આ તમામને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્‍યા હતા. એક ગ્રુપને હળદર અને બીજા ગ્રુપને પ્‍લેસીબોનું સેવન કરાવવામાં આવતું હતું. અભ્‍યાસના અંતે જેમને હળદરનું સેવન કરાવાતું હતું તેમની યાદશકિતમાં લગભગ ર૮ ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી.

(4:27 pm IST)