Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ઓએમજી.... અહીંયા લોકો કબ્રસ્તાનમાં સૂઈને કરે છે નવા વર્ષનું સ્વાગત

નવી  દિલ્હી: વર્ષ 2021 પૂરું થઈ ગયું છે અને 2022 ની આજથી શરૂઆત થઈ ચૂકી છે. નવું વર્ષ નવી આશાઓ અને નવા લક્ષ્‍યો લઈને આવ્યું છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીનો (New Year Celebration) માહોલ છે. નવા વર્ષને આવકારવા માટે લોકો જોરશોરથી તૈયારી કરતા જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ (Chile)છે જ્યાં લોકો કબ્રસ્તાનમાં (Cemetery) કબરોને સજાવીને અને તેની બાજુમાં સૂઈને નવા વર્ષનું સ્વાગત કરે છે. અમે વાત કરી રહ્યા છીએ ચિલીની, આ દેશમાં લોકો નવા વર્ષને આવકારવા માટે મધરાત પહેલા કબ્રસ્તાનમાં જાય છે. ત્યાં તેઓ તેમના પરિચિતોની કબરો પાસે જઈને સૂઈ જાય છે. તમને જાણીને આશ્વર્ય થશે, પરંતુ નવા વર્ષને આવકારવાની અહિંયા એક વિચિત્ર પરંપરા (Tradition) છે. આ અંગે લોકોનુ માનવુ છે કે, આ રીતે ઉજવણી કરવાથી તેમના પૂર્વજોના (Ancestors) આત્માને શાંતિ મળે છે.

(7:16 pm IST)