Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

અમેરિકામાં પ્રથમવાર એકજ અઠવાડિયામાં 20 લાખથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા

નવી દિલ્હી : ઓમિક્રોનથી ફેલાઈ રહેલા ઝડપી સંક્રમણને કારણે અમેરિકામાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. અહીં કોરોનાના કેસમાં ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે. મહામારીની શરુઆતથી અત્યાર સુધીમાં અમેરિકામાં પ્રથમ વખત એક જ સપ્તાહમાં 20 લાખથી વધુ નોંધાયા છે.

અમેરિકામાં વર્ષનાં છેલ્લા સપ્તાહમાં 24.9 લોખ કેસ નોંધાયા છે. આ પહેલાં જાન્યુઆરી 2021માં 3 થી 9 તારીખની વચ્ચે સૌથી વધુ 1.7 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોન પહેલાં નવેમ્બર મહીનામાં માત્ર 25.5 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોન વેરિયન્ટ મળી આવ્યા બાદ અમેરિકામાં દરરોજ સરેરાશ 3.56 લાખ પોઝિટિવ કેસ મળી રહ્યા છે.

કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધી રહ્યુ છે. હાલમાં તેની અસર નવા વર્ષની ઉજવણી પર પણ પડી રહી છે. દુનિયામાં પ્રતિબંધોની સાથે સાથે લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યુ. જો કે, વેટિકન સિટીમાં નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ પોપ ફ્રાંસિસે રદ કરી દીધો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ, વેટિકનનાં સેન્ટ પીટર્સ સ્ક્વાયર પર નવા વર્ષની ઉજવણીને પોપ ફ્રાંસિસે એટલાં માટે રદ કર્યો, કારણ કે દર નવા વર્ષ પર ત્યા હજારો લોકોની ભીડ એકઠી થાય છે, માટે સંક્રમણ વધવામું જોખમ છે. પોપ નવા વર્ષની પૂર્વસંધ્યાએ સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે જાય છે, આ વખતે તેઓ ત્યાં ગયા નથી.

(7:14 pm IST)