Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

નવા વર્ષની શરૂઆતમાંજ ચીન મુકાયું મુસીબતમાં

નવી દિલ્હી: બ્રિટનથી શરૂ થયેલા કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હવે ચીનમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. અત્રે જણાવવાનું કે અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો છે કે કોરોના વાયરસ સંક્રમણની શરૂઆત એક વર્ષ પહેલા ચીનથી જ થઈ હતી અને ત્યારબાદ આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો.

  ચાઈના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પહેલો કેસ શાંઘાઈની એક 23 વર્ષની છોકરીમાં મળી આવ્યો છે. જે 14 ડિસેમ્બરે બ્રિટનથી પાછી ફરી હતી. હળવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને 24 ડિસેમ્બરના રોજ તેના નમૂનાનું પરીક્ષણ કરાયું. હવે તેના નીકટના લોકોની પણ તપાસ ચાલુ છે.

(4:48 pm IST)