Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

તમારી ચાલમાં પણ તમારી પર્સનાલિટી છૂપાયેલી છે

જે લોકો ખૂબ આરામની નાના-નાના પગલા લઇને ચાલતા હોય તેમનો સ્વભાવ ખૂબ શાંત હોય

નવી દિલ્હી તા. ૧ : મોટાભાગના લોકોને લાગે છે કે કોઈપણ વ્યકિતની ડ્રેસિંગ સેંસ અને વાત કરવા પરથી તેના સ્વભાવની જાણ થઈ જાય છે, પરંતુ હવે તમારે થોડા વિચારો બદલવાની જરૂર છે, કારણ કે હ્યૂમન સાઈકોલોજી એન્ડ પર્સનાલિટી ટ્રેટર્સ પર બેઝ એક સ્ટડી પ્રમાણે, વ્યકિતના ચાલવા પરથી પણ તેના વિશે ઘણું જાણી શકાય છે.

જે લોકો ખૂબ આરામથી નાના નાના પગલાં લઈને ચાલતા હોય છે, તેમનો સ્વભાવ ખૂબ શાંત હોય છે. તેવા લોકો પોતાનું જીવન પોતાની રીતે જીવવામાં માનતા હોય છે. પોતાના શાંત અને ખુશમિજાજ સ્વભાવના કારણે આવા લોકો કોઈને પણ પોતાના મિત્રો બનાવી લે છે.

કેટલાક લોકોને ચાલતી વખતે પોતાના સ્ટેપ્સ ગણવાની આદત હોય છે. આવા લોકો પોતાના આસપાસના વાતાવરણને લઈને હંમેશા ચિંતિત રહે છે. આવા લોકો સ્વભાવથી બહુ જ શાંત અને શરમાળ હોય છે.

પગને જમીન સાથે ઘસીને ચાલનારા લોકો સ્વભાવથી બહુ દુખી થાય છે. આવા લોકો હંમેશા તણાવમાં રહે છે. આ લોકોના મનમાં કોઈને કોઈ વાતનો ડર રહેતો હોય છે. આ લોકો ઈચ્છે તો પણ પોતાનો તણાવ દૂર કરી શકતા નથી.

ઘણા લોકો ચાલતી વખતે પણ સપના જોવાની આદત હોય છે. એટલે કે તેવા લોકો ઉંડા વિચારોમાં ખોવાયેલા રહેતા હોય છે. એનો અર્થ એવો થાય છે કે આવા લોકોને વધુ વિચારવાની આદત હોય છે.

જમીન પર જોર જોરથી પગ પછાડીને ચાલનાર લોકોને ગુસ્સો ઝડપથી આવી જતો હોય છે. આવા લોકો સ્વભાવથી ચિડાયેલા રહેતા હોય છે. આવા લોકોનો સ્વભાવ પણ નાના છોકરાઓ જેવો હોય છે.(૨૧.૮)

(10:12 am IST)