Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં માર્કેટની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા નવ શકુનિઓને ઝડપી પાડ્યા

સાબરકાંઠા: જિલ્લાના ઈડર ખાતે આવેલી વિજય માર્કેટની પાછળ ખુલ્લી જગ્યામાં બુધવારે જુગાર રમતા નવ જુગારીઓને સાબરકાંઠા એલસીબીએ દબોચી લઈને તેમની પાસેથી રોકડ સહિત રૂ.૮૧૧૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

બુધવારે બપોરના સુમારે ઈડરના વિજય માર્કેટ પાછળ આવેલા ખુલ્લી જગ્યામાં ઝાડીઝાંખરાની પાછળ કેટલાક લોકો પત્તાપાનાનો જુગાર રમી રહ્યા છે. ત્યારબાદ એલસીબીએ બાતમીને આધારે સ્ટાફ સાથે તપાસ કરતા કેટલાક લોકો ખુલ્લામાં જુગાર રમતા હોવાનું જણાયુ હતું. જેથી પોલીસે તરત જ તેમને ઘેરી લીધા હતા અને જુગાર રમતા રાજુભાઈ લક્ષ્મણભાઈ મારવાડી, રમેશભાઈ ડાહ્યાજી વણજારા, મનોજભાઈ કાળાજી ભારવાડી, લાલાભાઈ રણછોડજી ઠાકોર, રાકેશભાઈ રમેશભાઈ મારવાડી, ગોપાલભાઈ ચંદુભાઈ વાઘેલા, મુકેશભાઈ મોહનભાઈ વણજારા, ઈશ્વરભાઈ કરશનભાઈ વણકર અને મુકેશભાઈ નંગાજી વણજારાને ઝડપી લીધા હતા. બાદ એલસીબીના સ્ટાફે તેમની પાસેથી અંદાજે રૂ.૭૫૦૦ રોકડ અને અન્ય રૂ.૬૬૦ મળીને કુલ રૂ.૮૧૧૦ ની મત્તા કબ્જે લઈ લીધી હતી. ત્યારબાદ એલસીબીના હેડકોન્સ્ટેબલ સનતકુમાર ધીરૂભાઈએ નવેય જુગારીઓ વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં જુગારધારા અંતર્ગત ફરીયાદ નોધાવી હતી.

(5:07 pm IST)