Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

નવા વર્ષનું આગમન વરસાદથી વધાવશેઃ તા.૨-૩ જાન્યુ.એ માવઠાની આગાહી

આવતું આખું અઠવાડીયું ઠંડીનો જબરો રાઉન્ડ ચાલુ જ રહેશે, અનેક શહેરોમાં કોલ્ડવેવઃ હવામાન ખાતુ

ગાંધીનગર, તા. ૩૧: ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ચારેબાજુ ફરી વળ્યું છે, તેવા હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. નવા વર્ષે રાજયના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના સેવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨ અને ૩ જાન્યુઆરીએ વરસાદ સાથે કાતિલ ઠંડી પડશે. એટલે રાજયભરના લોકોને કૃદરતના બે પ્રકોપનો માર સહન કરવો પડશે. હવામાન વિભાગ દ્વારા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કાતિલ ઠંડીનું મોજું પણ રહેવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે વર્ષ ૨૦૨૧ની શરૂઆત કાતિલ ઠંડી અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે થશે આ સાથે નવા વર્ષની શરૂઆતમાં ઉત્ત્।ર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે અને નલિયામાં કોલ્ડવેવ યથાવત રહેશે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારો ઠંડાગાર બની રહેશે. ઉત્ત્।રાયણ સુધીમાં ઠંડીનો ચમકારો અને કમોસમી વરસાદ થવાની શકયતાછે.

હવામાનની આગાહી પ્રમાણે,  આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે. આ ઉપરાંત ઉત્ત્।ર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્ત્।ર ભારતમાં હિમવર્ષાને કારણે બર્ફીલા પવનો ફૂકાવાને લીધે ગોહિલવાડ ઠંડુગાર થઈ ગયું છે.

કચ્છમાં ડિસેમ્બરનાં પહેલાં અઠવાડિયાથી જ ઠંડી પડવાની શરૂઆત થઇ છે, જે માસના અંત સુધીમાં વધુ કાતિલ બની છે. કારણ કે, છેલ્લા પાંચ દિવસથી જે રીતે તાપમાનનો પારો ગગડીને તળિયે પહોંચી ગયો તેને કારણે હાડ થિજાવતી ઠંડીનો લોકોને અહેસાસ થઇ રહ્યો છે.

તાપમાનનો પારો ગગડીને તળિયે આવી જતાં સમગ્ર કચ્છ ઠંડુંગાર બની ગયું છે. ઠંડીની સીધી અસર જનજીવન પર પડી રહી છે. ખાસ કરીને સવારનાં સમયે, સાંજના સમયે લોકો ઘરમાં જ રહેવાનું વધુ પસંદ કરતાં રસ્તા પર લોકોની પાંખી અવરજવર જોવા મળી રહી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી ત્રણ દિવસ સુધી ઠંડી યથાવત્ રહેશે તેવી આગાહી કરી દેવામાં આવી છે, તે જોતાં આગામી દિવસોમાં પણ લોકોને ઠંડીમાં રાહત થવાની સંભાવના નહીંવત છે.

(12:42 pm IST)