Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

સુરતઃ દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં આરોપીઓના જામીન થયા નામંજુર

સરકાર અને બચાવ પક્ષની દલીલો પુર્ણ થયા બાદ બે વખત મુદ્દત પડી હતી.

સુરત: દુર્લભ પટેલ આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં રાંદેર પી.આઇ. લક્ષ્‍મણ‌સિંહ બોડાણા, ‌વિજય ‌શિંદે અને મુકેશ કુલકર્ણી તેમજ રાજુ લાખા ભરવાડ સ‌હિત ૬ આરોપીઓની જામીન અરજી પર આજે સરકાર અને બચાવ પક્ષની દલીલો પુર્ણ થયા બાદ બે વખત મુદ્દત પડી હતી. દર‌મિયાન બુધવારની મુદ્દત પર બારડોલી કોર્ટે પોલીસ કર્મચારી સ‌હિત તમામ આરોપીના જામીન નામંજુર કરતો હુકમ કર્યો હતો.

આ કેસની ‌વિગત અનુસાર ગઇ તા.૭-૯-૨૦૨૦ના રોજ માંડવી તાલુકાના ખંજરોલી ગામની સીમમાં આવેલી જલારામ સ્ટોન ક્વોરીની ખાણના પાણીમાંથી દુર્લભ ગાંડાભાઇ પટેલની લાશ મળી આવી હતી. દુર્લભ પટેલને અડાજણના પીસાદ ખાતે આવેલી જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે રાંદેર પી.આઇ. લક્ષ્‍મણસિંહ બોડાણા સહિત ચાર પોલીસ કર્મચારીઓ મળી ૧૧ આરોપીઓ દ્વારા યેનકેન પ્રકારે પોલીસ મથકે બોલાવી તેમજ ફાર્મ હાઉસ ઉપર બોલાવી દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેથી દુર્લભ પટેલે અં‌તિમ પગલું ભરી લીધું હતું. આ કેસમાં જેલમાં રહેલા પી.આઇ.બોડાણા, રાઇટર ‌કિરણ ‌સિંહ, કોન્સ્ટેબલ અજય ભોપાલા, ‌વિજય ‌શિંદે, મુકેશ કુલકર્ણી અને રાજુ ભરવાડે કરેલી જામીન અરજી પર બે વખત મુદ્દત પડી હતી. બુધવારની મુદ્દત પર બારડોલી કોર્ટે તમામ આરોપીના જામીન નામંજુર કર્યા હતા.

(11:54 pm IST)