Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

તા.૧૯ જાન્યુ.એ યોજાશે પેટલાદ તાલુકના 22 ગામોની ચૂંટણી

પેટલાદ: તાલુકાની ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ સરપંચ, વોર્ડની ચૂંટણી યોજવા આજે રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે. જો કે આજે તંત્ર દ્વારા સવારે ર૭ ગામોમાં ચૂંટણી યોજાનાર હોવાની યાદી જાહેર કરાઇ હતી. દરમ્યાન તેમાં ક્ષતિ હોવાનું ધ્યાને આવતા પુન: રર ગામોની યાદી જાહેર કરવામાં આવી હતી. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ જાન્યુ અને જાન્યુ. સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. તા.૧૯ જાન્યુ. મતદાન અને તા. ર૧ જાન્યુ. મતગણતરી હાથ ધરાશે. રર ગામો પૈકી સુંદરા, દંતાલી અને ચાંગામાં સરપંચપદ માટે તથા અગાસ, જોગણ,સુંદરા, ફાંગણી, ભારેલ, બોરીયા, દાવલપુરા, ધર્મજ, માણેજ, પાળજ, પોરડા, પંડોળી, રવિપુરા, રાવલી, સીમરડા, સુણાવ, બાંધણી, અરડી, વડદલા અને સિંહોલમાં ખાલી પડેલ વોર્ડની બેઠક માટે ચૂંટણી યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગની વોર્ડ બેઠક અનુસૂચિત આદિ જાતિના ઉમેદવાર માટેની છે.

(5:28 pm IST)