Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

સેટેલાઈટમાં ડબ્બા ટ્રેડીંગ કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો

અમદાવાદ: સેટેલાઈટમાં મોબાઈલ પર શેરબજારનું ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગ કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ખાસ એપ્લીકેશનની મદદથી ડબ્બા ટ્રેડીંગ કરતા આરોપીના મોબાઈલમાંથી હોરજીતના કરેલા કેટલાક સોદા પણ મળી આવ્યા હતા. અંગે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સેટેલાઈટ પોલીસને માહિતી મળી હતી કે સેટેલાઈટમાં બાગેશ્રી સોસાયટી પાસે કોઈ શખ્સ મોબાઈલ પર શેરબજારનું ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગ કરે છે. જેને આધારે પોલીસે અહીંથી જય નરેશભાઈ બ્રહ્મભટ્ટ (૨૦)ને ઝડપી લીધો હતો. આનંદનગર રોડ પર શેલ પેટ્રોલુંની સામે અક્ષર એવન્યુમાં રહેતા જય બ્રહ્મભટ્ટ પાસેથી પોલીસે મોબાઈલ કબજે કરી તપાસ કરતા તે મેટા ટ્રેડર્સ- નામની એપ્લીકેશનની ડબ્બા ટેર્ડીંગની હારજીતનો હિસાબ જોતો હોવાનું જાણવા મળ્યું હતું. મોબાઈલની વધુ તપાસ કરતા તેમાં કેટલાક સોદા થયા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. શેરબદારના સોદા અંગે પુછતા તેણે  શેરબજારના ડબ્બા ટ્રેડીંગનો ધંધો કરતો હોવાનું અને માટે જરૃરી સેબીની પરમીટ મેળવી હોવાનું જણાવ્યું હતું. ડબ્બા ડ્રેડીંગથી સેરની લે વેચ કરતા આરોપીએ લાયસન્સ વિના શેરની લે વેચ કરી હવાલા દ્વારા સોદાના શેરોના ભાવના વધઘટથી થતા નફા નુકશાનના હિસાબો કરીને સરકાર સાથે છેતરપિંડી કરી હતી. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:27 pm IST)