Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

થર્ટી ફર્સ્ટ પાર્ટીને અનુલક્ષીને વડોદરા પોલીસ દ્વારા ઠેર-ઠેર ચેકીંગ

વડોદરા:વિદાય લેતા વર્ષ-2019ને ભાવભરી વિદાય આપવા અને વર્ષ-2020ને આવકારવા માટે શહેરીજનોમાં સવારથી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ વખતે પણ વડોદરા શહેરમાં પાર્ટી પ્લોટ્સ, રિસોર્ટ, સોસાયટીઓ અને પોળોમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને વડોદરા શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મદદનીશ પોલીસ કમિશનર કેસરીસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં સમા-સાવલી રોડ ઉપર રણછોડ ફાર્મ, આજવા ચોકડી પાસે લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયો, સમા-સાવલી રોડ ઉપર મધુવન ફાર્મ અને ઉંડેરા રોડ ઉપર સી.એમ. પટેલ ફાર્મ, કોયલી ખાતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં વિદાય લેતા વર્ષની અને નવા વર્ષની ઉજવણી થાય તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે. જ્યાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં આવનાર લોકોની સુરક્ષા માટે વિશેષ ચેકિંગ કરવામાં આવશેવધુમાં જણાવ્યું હતું કે, ઉપરાંત વડોદરા શહેરના માર્ગો ઉપર 110 બ્રેથ એનલાઇઝર સાથે પોલીસ સજ્જ રહેશે. જે કોઇ દારૂના નશામાં ઝડપાશે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેરના મુખ્ય માર્ગો ઉપરના 25 પોઇન્ટ ઉપર વાહનોનું ચેકિંગ કરવામાં આવશે. અને શહેરમાં પ્રવેશતા 11 માર્ગો ઉપર પોલીસ પોઇન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે. અકોટા-દાંડિયા બજાર, ફતેગંજ અને પંડ્યા બ્રિજ ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 273 ટ્રાફિક પોઇન્ટ પોલસ જવાનો, 250 બેરીકેટ ગોઠવવામાં આવ્યા છે. સાથે એક પ્લાટુન આર.એ.એફ. અને ત્રણ એસ.આર.પી.ની કંપની તૈનાત કરી દેવામાં આવી છે.

(5:25 pm IST)