Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

૫ માર્ચથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા : ૧૭ લાખથી વધુ પરીક્ષાર્થીઓ

પરીક્ષા સમિતિની બેઠકમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું સમયપત્રક જાહેર * નવા ૩૮ પરીક્ષા કેન્દ્રો મંજૂર * ૪ મેથી ઉનાળુ વેકેશન પડશે * ૧૪ ફેબ્રુઆરીથી ધો.૧૨ સાયન્સની પ્રેકટીકલ પરીક્ષા

રાજકોટ, તા. ૩૧ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૫ માર્ચથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થશે. પરીક્ષા સુચારૂ રીતે યોજાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા તબક્કાવાર બેઠકોનો દોર શરૂ થયો છે.

શિક્ષણબોર્ડની પરીક્ષા સમિતિની આજે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

ધો.૧૦માં ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૪.૫૦ લાખ વિદ્યાર્થી તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૪૦ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપનાર હોવાનું જાણવા મળે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી ૫ માર્ચ થી ૧૭ માર્ચ સુધી ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા યોજાશે જયારે ૫ માર્ચ શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પરીક્ષાના ૪૦ નવા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. ધોરણ ૧૦માં કુલ ૨૯ નવા કેન્દ્રોની ફાળવણી થઈ છે જયારે બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૯ નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે વર્ષ ૨૦૧૯-૨૦માં એકેડમિક કેલન્ડર જાહેર કરાયુ છે. જે મુજબ માર્ચ ૨૦૨૦માં બોર્ડની પરીક્ષાઓ ૫ માર્ચથી શરૂ થશે.નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ ૨૪૬ દિવસો રહેશે.જયારે ૪મે થી ઉનાળુ વેકેશન શરૂ થશે.

નવરાત્રી વેકેશન રદ થતા પ્રથમ સત્રના કાર્યના દિવસો અને દ્રિતિય સત્રના કાર્યના દિવસો બદલાશે. જયારે બોર્ડના વિષયની ૅંૅંસ્કુલ કક્ષાની લેવાની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ૧૦ ફેબુ્રઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી રહેશે. બોર્ડની ધો.૧૨ સાયન્સની પ્રેકિટકલ પરીક્ષાઓ ૧૪ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી લેવાશે. માર્ચ ૨૦૨૦માં ધો.૧૦-૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા માર્ચથી શરૂ થશે અને ૨૧માં ધો. ૯ અને ૧૧ માટેની શાળાકીય વાર્ષિક પરીક્ષા ૭ એપ્રિલથી ૧૮ એપ્રિલ દરમિયાન લેવાની રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૮૦ રજાઓ રહેશે.જેમાં દિવાળી વેકેશનની ૨૧, ઉનાળાની રજાઓ ૩૫, જાહેર રજા ૧૮ અને સ્થાનિક રજા ૬ રહેશે.

ધો.૧૦નું પરીક્ષાનું સમયપત્રક

તારીખ

વાર

વિષય

૫-૩-૨૦૨૦

ગુરૂવાર

ગુજરાતી (પ્રથમ ભાષા)

૭-૩-૨૦૨૦

શનિવાર

વિજ્ઞાન અને ટેકનોલોજી

૧૧-૩-૨૦૨૦

બુધવાર

ગણિત

૧૩-૩-૨૦૨૦

શુક્રવાર

સામાજીક વિજ્ઞાન

૧૪-૩-૨૦૨૦

શનિવાર

ગુજરાતી (દ્વિતીય ભાષા)

૧૬-૩-૨૦૨૦

સોમવાર

અંગ્રેજી (દ્વિતીય ભાષા)

૧૭-૩-૨૦૨૦

મંગળવાર

હિન્દી (દ્વિતીય ભાષા)

 

ધો.૧ર વિજ્ઞાનપ્રવાહનું સમયપત્રક

તારીખ/ વાર

સમય

વિષય

પ-૩-ર૦ર૦

૩ થી ૬.૩૦

ભૌતિક વિજ્ઞાન

ગુરૂવાર

 

 

૭-૩-ર૦ર૦

૩ થી ૬.૩૦

રસાયણ વિજ્ઞાન

શનિવાર

 

 

૧૧-૩-ર૦ર૦

૩ થી ૬.૩૦

જીવવિજ્ઞાન

બુધવાર

 

 

૧ર-૩-ર૦ર૦

૩ થી ૬.૩૦

ગુજરાતી (પ્રથમ ભાષા)

ગુરૂવાર

 

હિન્દી (પ્રથમ ભાષા)

 

 

મરાઠી (પ્રથમ ભાષા)

 

 

ઉર્દુ (પ્રથમ ભાષા)

 

 

સિંધી (પ્રથમ ભાષા)

 

 

તામિલ (પ્રથમ ભાષા)

૧૪-૩-ર૦ર૦

૩ થી ૬.૩૦

ગણિત

શનિવાર

 

 

૧૬-૩-ર૦ર૦

૩ થી ૬.૩૦

અંગ્રેજી (પ્રથમ ભાષા)

સોમવાર

 

અંગ્રેજી (દ્વિતીય ભાષા)

(4:35 pm IST)