Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

અમદાવાદ ખાતે ફેબ્રુઆરીમાં પડતર પ્રશ્ને ભુખ હડતાલમાં ૧૦૦ કર્મચારીઓ જોડાશે

ઓલ ઇન્ડીયા BSNL-DOT પેન્શનર એસો. દ્વારા : ૧ર મી માર્ચે દેશભરમાં પેન્શનરોની દિલ્હી સાંસદ ભવન કૂચ લઇ જવાશે

જામનગર, તા.૩૧: ઓલ ઇન્ડીયા બીએસએનએલ ડોટ પેન્શનર એસો.ની રાષ્ટ્રીય કાર્યકારીણી મીટીંગ ગુહાતી આસામ ખાતે યોજાયેલ જેમાં ગુજરાત સર્કલના પ્રતિનિધિ તરીકે ગુજરાતના સર્કલ સેક્રેટરી તથા સેન્ટર હેડ કવાર્ટરના સંગઠનમંત્રી મનુભાઇ ચનીયારા ઉપસ્થિતરહેલ.ત્રણ વર્ષનો સમય પસાર થવાછતાં બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સના તા.૧-૧-ર૦૧૭થી પેન્શન રીવીઝન થયેલ નહી હોવાથી ઉપસ્થિત રહેલ. ત્રણ વર્ષનો સમય પસાર થવા છતા બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમીલી પેન્શનર્સના તા.૧-૧-ર૦૧૭થી પેન્શન  રીવીઝન થયેલ નહી હોવાથી ઉપસ્થિત પ્રતિનિધિઓએ આક્રોશ વ્યકત કરેલ.

બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમીલી પેન્શનર્સના તા.૩૧-૧ર-ર૦૧૬સુધીનું મોંઘવારી ભથ્થુ (IDAે) બેઇઝ  પેન્શનમાં ઉમેરી ૧પ ટકા ફીટમેન્ટ  સાથે તા.૧-૧-ર૦૧૭ થી પેન્શન રીવીઝન કરવાની માંગણી માટે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા માટે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવેલ. જેમાં ડીસેમ્બર માસ દરમિયાન ભારતભરમાં દરેક જીલ્લા મથકોએ બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સની સહી કરાવી તા.૧પ-૧-ર૦ર૦ સુધીમાં વડાપ્રધાનને આવેદનપત્ર મોકલાશે. તે જ રીતે તા.૩૧-૧-ર૦ર૦ દરેક જીલ્લા મથકોએ બીએસએનએલના ીનવૃત કર્મચારી તથા ફેમીલી પેન્શનર્સ વતી આગેવાનો દ્વારા માનન્ય સંસદસભ્યશ્રીને વડાપ્રધાનને મોકલેલ આવેદનપત્રની નકલ સાથે કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવશે.

દરેક જીલ્લામાંથી આગેવાનો દ્વારા તા.૧ર-ર-ર૦ર૦ના CCA DOT જે રાજયોમાં આ ઓફીસ આવેલ હોય ત્યાં ભુખ હડતાલના કાર્યક્રમો યોજાશે. તા.૧ર-૩-ર૦ર૦ના દિલ્હી ખાતે સંસદભવન માર્ચના કાર્યક્રમાં દરેક રાજયોમાંથી વિશાળ સંખ્યામાં બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સ જોડાશે.

શ્રી મનુભાઇ ચનીયારા AIBDPAના ગુજરાતના સર્કલ સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે ગુજરાતભરમાં પણ ઓલ ઇન્ડીયા બીએસએનએલ DOT પેન્શનર્સ એસોસીએશન દરેક ડીસ્ટ્રીકટ્ર બ્રાંચ દ્વારા પણ કાર્યક્રમો યોજશે. ગુજરાતમાં તા.૧ર-ર-ર૦ર૦ના CCA DOT સેલની અમદાવાદ આવેલ ઓફીસ ખાતે ભુખ હડતાલના કાર્યક્રમ યોજાશે. તા.૧ર-૩-ર૦ર૦ના દિલ્હી ખાતે સંસદભવન માર્ચના કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ૧૦૦ આગેવાનો તથા બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સ જોડાશે.

છેલ્લા એક વર્ષથી બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેેમેલી પેન્શનર્સને મેડીકલ બીલની રકમ ચુકવવામાં આવેલ નહી હોવાથી તા.૧૭-૧ર-ર૦૧૯ના ભારતભરમાં જીલ્લા મથકોએ ઓલ ઇન્ડીયા બીએસએનએલ  DOT પેન્શનર્સ મેડીકલ બીલની રકમ ચુકવવામાં આવેલ નહી હોવાથી  તા.૧૭-૧ર-ર૦૧૯ના ભારતભરમાં જીલ્લા મથકોએ ઓલ ઇન્ડીયા બીએસએનએલ DOT પેન્શનર્સ એસોસીએશન દ્વારા ધરણા યોજવામાં આવેલ. તા.૧-૧૦-ર૦૧૯ના ઇન્ટરનેશનલ પેન્શનર્સ ડે વિવિધ કાર્યક્રમો  દ્વારા ઉજવેલ. તા.૧૭-૧ર-ર૦૧૯ના ભારતભરમાં રાષ્ટ્રીય પેન્શનર્સ દિન વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવેલ.

(1:17 pm IST)