Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ભરૂચ પાસે બાઈક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત: માતા-પિતા અને પુત્રનું કરૂણમોત : 5 વર્ષના બાળકનો આબાદ બચાવ

કંથારિયા ગામના એક જ પરિવારનાત્રણ સભ્યોના મોતથી ઘેરા શોકની લાગણી

ભરૂચ:ભરૂચ પાસે બાઈક અને ટ્રાવેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં કંથારિયા ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતા અરેરાટી પ્રસરી છે ભરૂચ પાસે અકસ્માત થતાં પિતા પુત્ર અને માતાનું કમકમાટીભર્યું મોત થયું હતું. બાઇક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. ટ્રાવેલરની ટકકર વાગતાં 3 વ્યકિતના મોત નિપજયા હતા.જોકે 5 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે કંથારિયા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે.

(8:34 pm IST)