Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

રાજસ્થાન સરહદની ચેકપોસ્ટ પર સવારથી જ સઘન ચેકીંગ: વાહન ચાલકોનું બ્રેથ એનેલાઇઝરથી તપાસ

ખાનગી વાહનો સહિત સરકારી બસોમાં પણ મુસાફરોના સામાનની ચકાસણી

અમદાવાદ :ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂનાં શોખીનો રાજસ્થાન તરફ જતાં હોય છે. અંબાજી નજીક આવેલી રાજસ્થાન સરહદની ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફ વાહનોની વિશેષ અવર જવર જોવા મળી. ત્યારે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલાં વાહનોની છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસે સધન ચેકિંગ ઝુંબેશ આદરી છે

   આજે સવારથી જ પોલીસે ખડે પગે રહી વાહનો ચાલકોનું બ્રીથ-એનેલાઇજર દ્વારા ચેકિંગ કર્યું. આ સાથે ખાનગી વાહનો સહિત સરકારી બસોમાં પણ મુસાફરોના સામાનની ચકાસણી કરી રાજયમાં દારૂ ઘુસાડાય નહીં તેની પોલિસ તકેદારી રાખી રહી છે.

(7:37 pm IST)