Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

સુરતના માંગરોળના કંટવા ગામે ઓવરબ્રિજ બનાવવા માંગ : જોખમી ચોકડીએ અત્યાર સુધીમાં 300 લોકોએ જીવ ગુમાવ્યા

છેલ્લા સાત વર્ષથી અનેકવાર રજૂઆત છતાં ઉકેલ નહીં :આઠથી વધુ ગામના લોકોની બેઠક યોજાઈ :વિરોધ કાર્યક્રમો-મતદાન બહિષ્કારની ચીમકી

સુરતના માંગરોળ તાલુકાના કંટવા ગામે ઓવરબ્રિજ બનાવવાની માંગણી મુદ્દે 8થી વધુ ગામના લોકોની બેઠક યોજાઇ હતી સાવા ગામ પાસેની સાવા ચોકડી જોખમી હોવાથી અહીં ઓવરબ્રિજ બનાવવાની માંગણી છેલ્લા ઘણા વર્ષોથી ઉઠી રહી છે.આ જોખમી ચોકડીએ અકસ્માતને કારણે અત્યાર સુધીમાં 300થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સુરત અને ભરૂચ જિલ્લાના 15થી 20 ગામોને સીધી અસર કરે છે.

પરંતુ ચોકડી 45 ડિગ્રી ક્રોસમાં આવેલી હોવાથી અકસ્માતની શક્યતા ખૂબ જ વધી જાય છે. છેલ્લા 7 વર્ષથી ગ્રામજનો દ્વારા આ મામલે ધારાસભ્યો તેમજ સાંસદો સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી અહીં બ્રિજ બન્યો નથી. બ્રિજનો મુદ્દો ફક્ત ચૂંટણી પૂરતો જ સિમિત બની ગયો હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. જો આગામી એક મહિનામાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો વિરોધ કાર્યક્રમો તેમજ મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(7:32 pm IST)