Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

સચિનમાં લાજપોર સેન્ટ્રલ જેલમાં બે કેદીઓ બાખડ્યા :ગરમ ચા કેદીમાં પર ફેંકતાં દાજી ગયો :હોસ્પિટલમાં

સામાન મોડો લાવવાના મુદ્દે ઝઘડો :હત્યાના ગુનાના કેદીના માથા પર અન્ય કેદીએ ગરમ ચા રેડી

સુરત :સચિન ખાતે લાજપોર પાસે આવેલ સેન્ટ્રલ જેલમાં મેચમાં સામાન મોડો લાવવાના મુદ્દે થયેલા ઝઘડામાં હત્યાના ગુનામાં સંડોવાયેલા કેદીના માથા પર અન્ય કેદીએ ગરમ ચા રેડતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

  નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, સચિન ખાતેના લાજપોર ગામ પાસે આવેલી સેન્ટ્રલ જેલમાં ગઈકાલે સાંજે 25 વર્ષીય કેદી સુનિલ રાજેશ મકવાણાએ અન્ય કેદીના માથા પર ગરમ ચા ફેંકી દીધી હતી. જેથી મોઢા પર દાઝી જતા આજે સવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે સુનિલ હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાથી સેન્ટ્રલ જેલમાં પોલીસે મૂક્યો છે તે મેચમાં કામ કરે છે. ગઈકાલે મેચમાં અન્ય કેદી સામાન લઈને મોડો આવ્યો હોવાથી સુનિલે તેને ઠપકો આપ્યો હતો. જેથી બંને વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા અન્ય કેદીના માથા પર ગરમ ચા ફેંકી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(7:24 pm IST)