Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

અલ્પેશ કથિરિયાની વધશે મુશ્કેલી :રાજદ્રોહ કેસમાં જમીન રદ કરવા કોર્ટમાં પોલીસે કરી અરજી

સુરત :પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાની મુશ્કેલીમાં વધારો થવાની શકયતા કછે રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ્દ કરવા સુરત પોલીસે કરી કોર્ટમાં અરજી કરી છે

  પાટીદાર અનામત આંદોલનના નેતા અને વ્યવસાયે વકીલ એવા સુરતના અલ્પેશ કથીરિયાનાં રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ્દ કરવા માટે સુરત ક્રાઈમ બ્રાંચે જીલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે સતત બે દિવસ સુધી અલ્પેશ અને શહેર પોલીસ વચ્ચે ભારે માથાકૂટ થઇ હતી, જેમાં અલ્પેશ દ્વારા પોલીસને અપશબ્દો બોલતો વિડીયો વાઈરલ પણ થયો હતો.

(7:19 pm IST)