Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

પેટલાદ નજીક નજીવી બાબતે બે ભાઈઓ બાખડ્યા: સામસામે હુમલો કરી માર માર્યો

પેટલાદ:તાલુકાના રૂપિયાપુરામાં આજે સવારના ૧૧ કલાકે અરવિંદભાઈ ગાડાભાઈ ઠાકોર તેમજ તેનો મોટોભાઈ જગદીશભાઈ જમવા માટે બેઠા હતા ત્યારે જગદીશભાઈએ તેની માતાને જમવાનું કેમ મોડું બનાવ્યું તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ. 

જેથી અરવિંદભાઈએ ગાળો બોલવાની ના પાડતાં જ જગદીશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ઝપાઝપી કરીેન જમવાનું ફેંકી દીધું હતુ. અરવિંદે અનાજ છે, આવી રીતે ના ફેંકી દેવાય. તારે ના જમવુ હોય તો ના જમીશ તેમ કહેતા જ જગદીશે નજીકમાં પડેલી લાકડી ઉઠાવીને અરવિંદના મોઢા તેમજ કપાળના ભાગે મારી દેતાં તે લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:44 pm IST)