Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

આણંદના વેરાખડીમાં પુરપાટ ઝડપે જતા આઈશરે બાઇકને હડફેટે લીધી: ચાલકનું કમકમાટી ભર્યું મોત

આણંદ: તાલુકાના વેરાખાડી ગામ પાસે આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતા એક આઈશર ટેમ્પાએ બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર સારસા ગામે રહેતો અને મોબાઈલની રીચાર્જ કુપનો વેચીને ગુજરાન ચલાવતો નીલેષભાઈ જગદીશભાઈ મકવાણા (ઉ. વ. ૩૭)આજે સવારના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, બીએન-૨૯૩૦નું લઈને વેરાખાડી સંગમતીર્થ ખાતે દર્શન કરવા માટે ગયો હતો. ત્યાંથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે વેરાખાડી ગામના રોડ પાસે પુરપાટ ઝડપે આવી ચઢેલા આઈશર ટેમ્પા નંબર જીજે-૨૭, ટી-૫૭૮૯એ ટક્કર મારતાં તેને માથામા ંતથા શરીરના ભાગે ઈજાઓ થવા પામી હતી જેથી તેને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન અવસાન થયું હતુ. 

(5:46 pm IST)