Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ઇડરમાં તસ્કરોનો તરખાટ: એકજ રાત્રિમાં સાત મકાનના તાળા તૂટ્યા: શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો

ઇડર: શહેરમાં શનિવારે રાત્રિના સુમારે ત્રાટકેલ તસ્કરો જુદી જુદી સોસાયટીના મળી ૭ જેટલા બંધ મકાનના તાળા તોડી હજારોની તસ્કરી કરી જતાં પોલીસની ધાક અને નાક સામે સવાલ ઉભા થયા છે. એક સાથે ૭-૭ મકાનોમાં ચોરીની ઘટનાથી શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. ફફડી ઉઠેલ લોકો પોતાના જાન માલની સુરક્ષાને લઇ મુંઝવણમાં મુકાઈ ગયા છે ત્યારે બપોર સુધી આટલી મોટી ઘટનાની ફરિયાદ નહીં નોંધાતાં પોલીસની ઢીલી માનસિકતા છતી થઇ છે. ફરિયાદ નોંધવાને મામેલ ફાંફે ચઢેલ પોલીસ સામે લોકરોષ વધતો જઇ રહ્યો છે.

ઇડર શહેરમાં પોલીસનું અસ્તીત્વ જ ન હોય તે પ્રકારે ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જઇ રહ્યો છે. શહેર તથ ગ્રામ્ય વિસ્તારોમાં રોજે-રોજની ચોરીની ઘટનાઓ સામાન્ય થઇ પડી છે.

(5:42 pm IST)