Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

નડિયાદના વીરપુર નજીક ચોરસામાં તીક્ષ્ણ હથિયારના ઘા જીકી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું

નડિયાદ:વિરપુર નજીક આવેલ એક ગામમાં રહેતા એક યુવકે તેની જ પત્નીને તીક્ષણ હથિયાર મારતા મોતને ધાટ ઉતારી દેતા પથંકમાં ચકચાર મચી છે.આ પત્નીને માર્યો બાદ યુવક જાતે ઝેર પીને જીવન ટુકાવવાનો પ્રયાસ કર્યો હતો.

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ચોરસા ગામે રહેતા કાંતિભાઇ ચૌહાણે તેમની પત્ની લીલાબેનને કુહાડીના ધા મારી મોતને ધાટ ઉતાર્યો હતા.ફરિયાદ કરનાર રાકેશભાઇ પગી વિરપુરના પાટા ગામે રહે છે.અને તેમના બેનને  ચોરસા ગામે રહેતા કાંતિભાઇ જુજારભાઇ ચૌહાણ સાથે તેમને સંતાનમાં બે બાળકો છે.તેમના લગ્ન જીવનમાં કોઇને  કોઇ કારણોસર કંકાસ રહેતો હતો.જ્યારે ગુરુવારના રોજ થયેલ ઝઘડામાં પતિ કાંતીભાઇએ પત્નીને કુહાડીના ધા માથામાં માર્યો હતા.બાદમાં પોતે પણ ઝેરી દવા પી લીધી હતી.આ ધટના બાદ આજુબાજુ ઘરના લોકો આવી જતા કાંતીભાઇને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ખાનજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યારે આ બનાવની ફરિયાદ મરણજનારના લીલાબેનના  ભાઇએ વિરપુર પોલીસ સ્ટેશનમાં કાંતી ચૌહાણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

(5:41 pm IST)