Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

સુરતના ડીડોલીમાં મહિલા સહીત પાંચ જણાએ ફાયનાન્સ કર્મચારીને ઘરે બોલાવી બીભત્સ ફોટા પાડ્યા: બળાત્કારના કેસમાં ફસાવી 41 હજાર પચાવી લીધા

સુરત:ડીંડોલીમાં અજાણી મહિલા અને અજાણી તરૂણી સહિત પાંચ જણાએ ફાયનાન્સની કંપનીમાં કામ કરતા કમર્ચારીને લોન લેવાના બહાને ઘરે બોલાવીને રૂમ બંધ કરીને ફોટા વાયરલ કરવાની અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.૪૧ હજાર પડાવી લીધા હોવાની ફરીયાદ  નોધાઇ છે. 

વરાછાના યોગીચોક પાસે ગજાનંદ સોસાયટીમાં રહેતો ૨૦ વર્ષીય સાગર જયસુખભાઇ સોજીત્રા ફાયનાન્સ કંપની નોકરી કરે છે. અઠવાડીયા પહેલા એક અજાણી મહિલાએ તેના પર ફોન કરી કહ્યું કે, તમારો વિઝીટીંગ કાર્ડ મળ્યો હતો. જેના આધરે બે-ત્રણ વખત ફોન કરી લોન લેવા અંગે વાત કરી હતી. બાદમાં અજાણી મહિલાએ પોતાનું નામ ટીનાબેન હોવાનું કહીને ડીંડોલી ખાતે રંગીલા પાર્ક પાસે તેને ઘરે બોલાવ્યો હતો. તેથી સાગર તેના ઘરે ગયો હતો. 

(5:36 pm IST)