Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

મોસાલી નજીક મંજૂરી મેળવ્યા વગર વૃક્ષો કાપી નખાતા અધિકારીઓએ તપાસની માંગણી કરી

મોસાલી:પાતલ ગ્રામ પંચાયતનાં વહીવટકર્તાઓએ સરકારના સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી મેળવ્યા વિના પંચાયતની જમીનમાં ઉગેલા વર્ષો જુના અનેક વૃક્ષો કાપી નાંખી, વેચી માર્યા હોવાની લેખિતમાં ફરિયાદ ગામનાં જ જાગૃત નાગરિક પ્રવિણભાઈ નટુભાઈ ગામીતે સુરતના જીલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓને તપાસની માંગ કરી છે.

ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે આજ દિન સુધીમાં સરપંચે અંદાજે પાંચ લાખ રૂપિયાની કિંમત ધરાવતા વૃક્ષો કાપીને વેચી માર્યા છે. છેલ્લા બે માસથી વૃક્ષો કાપવાની પ્રવૃતિ ચાલી રહી છે. આ પ્રશ્ને તપાસ કરતા જાણવા મળ્યું છે કે, કોઈ પણ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના આ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે.

(5:36 pm IST)